ખેરગામપોલીસચોકી માંથી ગો તસ્કરી કરનાર આરોપી પોલીસને ચકમો આપીને ભાગી છૂટયો

ખેરગામ

ખેરગામ તાલુકાના પાટીગામે તોરણવેરા રોડ ઉપરથી ગતરોજ ગોરક્ષક ની ટીમે પોલીસ સાથે મળીને ગો તસ્કરી કરનાર ની ધરપકડ જેમાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે પકડાયેલા આરોપી આજરોજ સવારે ખેરગામ પોલીસ ચોકી માંથી પોલીસને ચકમો આપીને ભાગી છુટતા ભારે ચકચાર મચી ગઇ હતી જેને પકડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ કરી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોરક્ષક ઉમેશભાઈ પટેલ અને મિતેશભાઇ પટેલ બાતમીના આધારે ખેરગામ તાલુકાના પાટી ગામે ચીકાર ફળિયાથી તોરણવેરા જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળો છોટા હાથી ટેમ્પો નંબર જીજે ૩૦ ટી ૦૮૧૦ નો ચાલકે ગો રક્ષકની ટીમને જોઈને ટેમ્પો નીચે સાઈડ પર ઉતારી દીધો હતો ટેમ્પામાં જોતા છ ગાયોને વાછરડા મળી આવ્યા હતા ગાયોને કતલખાને લઇ જવાતા બચાવી લીધી હતી જેમાં પોલીસે ધરમપુર ગામે રહેતો ટેમ્પોચાલક મનોજભાઈ કાશીરામ ગાંવિત ની ધરપકડ કરી હતી અને ધરમપુર બિલઘા ફળીયામાં રહેતા રાવજીભાઈ ઉર્ફે કાળુ ભાઈ ચૌધરી અને માન્યાભાઈ બાબુભાઈ ચૌધરી આ બંને જણા ગાય અને વાછરડા ભરાવ્યા હતા બંને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે પકડાયેલા આરોપી મનોજને ખેરગામની પોલીસ મથકે લઇ ગયા હતા પણ આજરોજ સવારે મનોજ પોલીસને ચકમો આપીને પોલીસ ચોકી માથી ભાગી છૂટતા ભારે ચકચાર મચી ગઇ હતી અને આરોપીને પકડવા નવસારી જિલ્લા પોલીસની ટીમે આરોપીને પકડવા માટે જગા જગા પર નાકાબંધી કરી દીધી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!