(હેમંત સુરતી દ્વારા)
મળતી માહિતી મુજબ ગતરોજ એક મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જાણ કરેલ કે તેઓ છેલ્લા સાત વર્ષથી સોમાભાઈ( નામ બદલેલ છે) અને અને છેલ્લા કેટલાક સમયથી રેખાબેન( નામ બદલેલ છે) શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે અને સોમાભાઈ નું બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલતું હતુ પરંતુ જેમને આજરોજ તેઓની અફેર ચાલતી બીજી પત્ની તરીકે તેમના ઘરે લઇ આવેલ હતા. અને બંને પત્નીઓને સાથે રાખવાની વાતો કરતા હતા. જે રેખાબેન એ વાતમાં સહમત ન હતા. તેઓને સમજાવતા સોમાભાઈ સમજવા તૈયાર ન હતા તેમજ બીજી પત્ની તરીકે આવેલ બેનને પણ 181 અભયમ ટીમ દ્વારા કાયદાકીય માહિતી આપી અને તેમની પહેલી પત્ની હોવાથી તેઓ બીજી પત્ની ના કરી શકે તેની સમજણ આપેલ. તેમજ રેખાબેન તેમજ સોમાભાઈ ને 181 અભયમ ટીમે સમજાવટથી તેઓ વચ્ચે સમાધાન કરેલ તેમજ સોમા ભાઈએ તેમની ભૂલ સ્વીકારી રેખાબેન ને સારી રીતે રાખશે અને બીજી પત્ની નહીં કરે તેની બાહેદરી કરી આપેલ છે આમ મહીલા હેલ્પલાઇન દ્વારા પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવેલ હતું.