ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના તિથલ રોડ સ્થિત પાદરદેવી માતાજીના મંદિરનો 17 મો પાટોત્સવ આહિર યુવક મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
વલસાડનાં તિથલ રોડ પર આહીરવાડમાં શ્રી પાદરદેવી માતાજીના મંદિરનું નિર્માણ આજથી 17 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવથી આજુબાજુના હજારો લોકો પૂજા અર્ચના કરે છે. હનુમાન જયંતીના દિવસે આ મંદિરનો 17 મો પાટોત્સવ હોય આજરોજ આહીર યુવક મિત્ર મંડળ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
મંડળના અગ્રણી યુવાન ચિરાગ આહિરના જણાવ્યા મુજબ આજરોજ સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જે બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના વિસ્તારના આશરે 1800 થી 2000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સ્થાનિક અગ્રણી ચેતનભાઇ આહીરના જણાવ્યા મુજબ આ મંદિરમાં અનેક લોકોને અતૂટ શ્રદ્ધા છે અને જે વિશ્વાસથી પૂજા કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
આજના દિવસે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાટોત્સવને સફળ બનાવવા માટે આહિર યુવક મિત્ર મંડળના તમામ યુવાનોએ ખૂબ મહેનત કરી હતી.