ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ ખાતે 20 મા ઉલ્હાસ કપ ઈન્વીટેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ અંગે માહિતિ આપતા ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટમાં અમદાવાદ થી મુંબઈ સુધીની નામાંકિત કંપનીઓ તથા ક્લબોની ટીમો જેવી કે GNFC (ભરુચ), ONGC (બરોડા), GACL (દહેજ),એવરગ્રીન(સુરત), સુપર સ્પોર્ટ્સ દિપલી (સુરત),બિરલા કોપર(દહેજ), મેટ્રો ક્લબ(સિલવાસા), માંગેલા ઈલેવન (મુંબઈ), નવચેતન સી.સી.(મુંબઈ),ગુજરાત સ્ટેટ ક્રિકેટ ફેડરેશન તથા યજમાન ઉલ્હાસ જીમખાના (અતુલ) ની ટીમ વગેરે 32 ટીમોને આમંત્રણ આપવામાં આવેલ હતા.તે પૈકી પ્રથમ મેચ ગુજરાત સ્ટેટ ફેડરેશન ક્રિકેટ ટીમ અને ઉલ્હાસ જીમખાના-B ટીમ વચ્ચે રમાઈ હતી. તેમાં ઉલ્હાસ જીમખાના- B ટીમનો વિજય થયો હતો. ઉલ્હાસ જીમખાનાની ટીમે પ્રથમ બેટિંગ લેતા નિર્ધારિત 40 ઓવરમાં 346 રન બનાવ્યા હતા.તેના જવાબમાં ગુજરાત સ્ટેટ ફેડરેશન ક્રિકેટ ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઉલ્હાસ જીમખાનાનાં 346 રનમાં કેપ્ટન પ્રીતમ પટેલનાં 101 રન તથા મયૂર પટેલનાં 51 રન મુખ્ય હતા.
આ ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન વિધિ અતુલ લિમિટેડ કંપનીથી પધારેલ સુનીલ જોષી સાહેબ, એચ. એસ પ્રજાપતિ, અરુતિર્થા દત્તા, ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી જે. ડી. પટેલ, ક્રિકેટ સેક્રેટરી હોમિયાર કાસદનાં શુભ હસ્તે કરવામાં આવી હતી.
અમદાવાદથી મુંબઈ સુધીની નામાંકિત કંપનીઓની ટીમો અતુલમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટકરાશે
