ગુજરાત એલર્ટ । આહવા
સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવાના NSS વિભાગ, SRC તથા જ્ઞાનધારા સમિતિ દ્વારા યુવાનોના પ્રેરણાસ્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામા આવી હતી.
જેમાં કોલેજના ૧૦૩ જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજનો સ્ટાફ જોડાયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રા. વિનોદભાઈ એસ.ગવળીએ સ્વામી વિવેકાનંદજીના વિચારોને અને પોતાના જીવનને સાંકળીને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. ડૉ. મુકેશભાઈ ઠાકરડાએ પણ સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગોને ટાંકીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે કોલેજનો વિદ્યાર્થી મુરલ્યા દ્વારા પણ વિવેકાનંદજીના જીવન વિશે રજુઆત કરાઈ હતી.
કોલેજના સિનિયર અધ્યાપક ડૉ. હેતલબેન રાઉત દ્વારા સ્વામી વિવેકાનંદજી દ્વારા આપવામાં આવેલા પ્રેરણાદાયી વિચારોને ઉદાહરણ સહિત રજુ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. સ્વામી વિવેકાનંદજીના વિચારો વિદ્યાર્થીઓમાં કેળવાય તે માટે તેમની જન્મ જયંતીની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ. યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયેશભાઈ એલ.ગાવિત તેમજ પ્રા. ઉમેશભાઈ હડસ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધી હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. દિલીપકુમાર એમ.ગાવિત દ્વારા કરવામાં આવી હતી.