ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ માતૃ કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંકુલ કક્ષાની સ્વામી વિવેકાનંદ વકૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ આહવા ખાતે યોજાઈ હતી.
આ સ્પર્ધામા શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા શાળાના આચાર્ય અમરશીભાઈ ગાંગુડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. અહિ એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ આહવા, સરકારી માધ્યમિક શાળા બોરખલના તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધાના વિષયો સ્વામી વિવેકાનંદ જીવન કવન સ્વામી વિવેકાનંદ પ્રેરણા સ્ત્રોત, સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક જગતની પવિત્ર વિચારધારા રાખવામા આવેલ હતા. જેમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પટેલ ડિમ્પલ વિવેકભાઈ.એ.મોરી સ્કૂલ આહવા, દ્વિતીય નંબરે લીંબારે હેતલ નિલેશભાઈ સરકારી માધ્યમિક શાળા આહવા, તૃતીય નંબરે સૂર્યવંશી કાજલ મુનેસભાઈ સરકારી માધ્યમિક શાળા બોરખલ. જ્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગાવિત અજય રામચંદ્ર એકલવ્ય સ્કૂલ આહવા, દ્વિતીય ક્રમે ઠાકરે દિલીપ મહેન્દ્રભાઈ અને તૃતીય ક્રમ આદિત્ય કિરણભાઈ સરકારી માધ્યમિક શાળા આહવાનો નંબર આવ્યો હતો
આ કાર્યક્રમમાં મિસ્ત્રી કીર્તિબેન મોહનભાઈ તેમજ પરમાર ઉર્મિષાબેન ધર્મેશકુમાર હાજર રહ્યા હતા. શાળાના શિક્ષક દિનેશભાઈ ચૌધરી અને નિલેશભાઈ ગામિતે નિર્ણાયકની સેવા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના દિવ્યાંગ શિક્ષક આરએસ રાવલે કર્યું હતું.