ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” મિશન વધુને વધુ અસરકારક બની રહ્યું છે. આજે સોમવારે વલસાડ નગરપાલિકા દ્વારા ડી.એમ.ડી.જી મ્યુન્સિપલ હાઈસ્કૂલ, કોઠારી સ્કૂલ અને મુખ્ય કન્યા પ્રાથમિક શાળાની સફાઈ કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકા દ્વારા ખડકલાની કુમાર શાળા અને કન્યા શાળા તેમજ આંગણવાડી અને રોફેલ કોલેજની સાફ-સફાઈ.
ઉમરગામ નગરપાલિકા દ્વારા ટાઉનની ૩ શાળા, ધરમપુર નગરપાલિકા દ્વારા આંગણવાડીની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
પારડી નગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી.