ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં તા. ૨૦/૧૦/૨૦૨૩ના આજ રોજ વલસાડ નગરપાલિકા દ્વારા હાલર તળાવ, મોગરાવાડી મોટા તળાવ અને વાલિયા ફળિયામાં પાણીની ટાંકીની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા પુરાતત્વીય સાઈટની સાફ-સફાઈ કરવામાં આવી હતી, ઉમરગામ નગરપાલિકા દ્વારા બીચની સાફ સફાઈ કરાઈ હતી. વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા ગાર્ડન તેમજ તળાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પારડી પાલિકા દ્વારા તળાવની પાળ પર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ બાગમાં તળાવની આજુ બાજુ સફાઈ કરવામાં આવી હતી.