ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામ્ય હેઠળ ‘‘સ્વચ્છતા હી સેવા’’ કેમ્પેઇન અંતર્ગત NGO (નોન ગવરમેન્ટ ઓર્ગેનાઇઝેશન) સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તમામ NGOની ભાગીદારી સાથે વલસાડ જિલ્લાના તમામ ગામોને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નક્કી કરેલી CTUs ( Cleaness Target Units) ની સાફ સફાઈ કરી સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવુત્તિમાં સહભાગી બનવા અપીલ કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન- ગ્રામ્ય અને સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના સૂત્ર સાથે તમામ ગામોને સ્વચ્છ બનાવવા અને નક્કી કરેલા CTUs ( Cleaness Target Units) ની સાફ-સફાઈ કરવા તેમજ ગામોમાં વિવિધ IEC પ્રવુત્તિ કરી ગામોને સ્વચ્છ બનાવવા તમામ NGO દ્વારા ખાતરી આપવામાં આવી હતી. સ્વચ્છતા બાબતે અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા.