ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ આધારિત “સ્વચ્છતા હી સેવા (SHS)“ કેમ્પેઈન તા. ૧૭મી સપ્ટેમ્બર થી ૩૧મી ઓક્ટોબર – ૨૦૨૪ સુધી ચાલી રહ્યું છે. જેનો ઉદેશ્ય વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે.
તા. ૧૫/૧૦/૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે નિમિત્તે શાળા અને આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓને સાબુ, રાખ, માટી અને લીક્વીડનો ઉપયોગ કરી હાથ ધોવાના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ક્યારે હાથ ધોવા જોઈએ, જમતા પહેલા અને પછી, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ, કોઈ અજાણી કે ગંદી વસ્તુને સ્પર્શ કર્યા પછી, પશુને સ્પર્શ કર્યા બાદ, બહારથી ઘરે આવ્યા પછી.
આમ, સમયાંતરે હાથ ધોવા જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી.. સાબુથી હાથ ધોવાની ટેવ રાખવાથી બીમારીઓ દૂર રહે છે.
અનેક થીમ સાથે ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના દ્વારા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા હતા.