વલસાડ
સન્ડે સ્પોર્ટ્સ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પારનેરા ડુંગર પર દર રવિવારે વૃક્ષારોપણ તેમ જ તેની માવજત કરતા હોય છે. સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 21 વડ ના વૃક્ષો રોકાણ કરી તેમણે ચોમાસામાં 150 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ના સભ્ય આશીશભાઈ તેમના મિત્રો સાથે ઘણા સમય થી પારનેરા ડુંગર પર વૃક્ષો નું રોપણ તેમજ તેની માવજત અને જતન છેલ્લા ત્રણેક વર્ષથી કરતા આવ્યા છે. સન્ડે સ્પોર્ટ્સ ગ્રુપ ના સભ્યોને આ નેક કામમાં જોડાવા માટે આહવાન કર્યું હતું . સન્ડે ગ્રુપ ના નરેશભાઈ, હિતેશભાઈ એમના સભ્યો સાથે આશીશભાઈ અને તેમના મિત્રો જોડે 21 વડ ના વૃક્ષો નું રોપણ તેમજ પાણી સિંચન કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.આશીશભાઈ અને એમની ટિમ દર રવિવારે વૃક્ષો ને પાણી પીવડાવવાનું કામ ખુબ મહેનત અને લગન થી કરે છે.અને આ ચોમાસામાં 150 વૃક્ષો નું વાવેતર કરી તેને જાળવણી કરવાનું આયોજન કરેલ છે. સન્ડે સ્પોર્ટ્સ ગ્રુપના યાહ્યા, સ્વપ્નિલ, આશિષ, કુંતલ, દીપેશ, પાટીલ સહિતના યુવાનો નો સાત અને સહકાર રહ્યો છે. સન્ડે સ્પોર્ટ્સ ગ્રુપ ના સભ્યો સાથે કોઈ પણ વૃક્ષ પ્રેમી ને આ અભિયાનમાં જોડાવું હોય તો આશીશભાઈ નો સંપર્ક કરવા જણાવાયું છે.