વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્સ્મિક બનાવો રોકવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સૂચનો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી દિવાળીના પર્વ નિમિત્તે કોઈ આકસ્મિક ઘટના, આગના બનાવો કે અન્ય અનઈચ્છનિય બનાવ ન બને તેમજ લોકોની સલામતી જળવાઈ રહે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારે જરૂરી સૂચનાઓ આપી છે.

આ સૂચનાઓનો અમલ ગ્રામ્ય, નગરપાલિકા અને મ્યુનસિપલ વિસ્તારોમાં કરવાનો રહેશે. જે નીચે મુજબ છે,
(૧) જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય તો ફટાકડાને દુર કરો અને જમીન પર આળોટો, જો આગ બુઝાવી ન શકાય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો
(૨) દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો. જ્યાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો, દાઝેલી જગ્યા ઉપર ચોખ્ખું કપડું, સ્ટરીલાઈઝ્ડ બેન્ડેજ બાંધવું. યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો.
(૩) દિવાળીના તહેવાર દરમિયાન આગના કિસ્સામાં ફાયર બ્રિગેડને ૧૦૧ પર કોલ કરો.
(૪) ઈમરજન્સી માટે પાણીની ડોલ તથા રેતી ભરેલી ડોલ હાથવગી રાખો. તારામંડળ જેવા ફટાકડાને ઉપયોગ બાદ ડોલમાં જ ફેંકો ગમે તેમ ફેંકવા નહીં તેમજ ખિસ્સામાં ફટાકડા રાખવા નહિં
(૫) ખાતરી કરો કે તમારું બાળક તમારી દેખરેખ હેઠળ ફટાકડા ફોડે છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખો. ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો
(૬) લાંબા અને ઢીલા કપડા પહેરવાનુ ટાળો કારણ કે તેમાં આગ લાગવાની શક્યતા છે. તેના બદલે, ફીટ કરેલા કોટનના કપડા પહેરો. બહાર સિલ્ક અને સિન્થેટિક ફેબ્રિક ન પહેરો. ચોંટી ગયેલા કપડાંને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરશો નહિં.
(૭) ગીચ, સાંકડી જગ્યા, ઘરમાં કે વાહનોમાં ફટાકડા ફોંડવા નહીં, વધુ અવાજ માટે ટીનના ડબ્બામાં, કાચની શીશીમાં, માટલામાં કે અન્ય અખતરાથી ફટાકડા ફોડવા નહિં
(૮) ફૂટ્યા વગરના ફટાકડાને ચકાસવું નહિં, હાથમાં ફટાકડાં ફોડવા નહિ.
(૯) ફટાકડાને કારણે આંખને ઈજા પહોંચે તો આંખ મસળવું નહિં તથા આંખમાં ખુંચી ગયેલી વસ્તુને ખેંચવાનો પ્રયત્ન કરવો નહિં
(૧૦) આંખમાં કેમિકલ પડવાના કિસ્સામાં આંખને ઠંડા પાણીથી ૧૦-૧૫ મિનિટ સુધી ધોવું અને તરત આંખના ડોક્ટરની સલાહ લેવી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!