ગુજરાત એલર્ટ | વલસાડ
મોડેલ સ્કૂલ માલનપાડામા ચાલતા વોકેશનલ એજ્યુકેશનના ટ્રેડ ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર અંતર્ગત ઈન્ડસ્ટ્રિયલ ફિલ્ડ વિઝીટ કરવામા આવી હતી. ફિલ્ડ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓએ મેરિલ સાયન્સ (વાપી), મહેતા ટ્યુબ અને Hex Brass & Copperની મુલાકાત કરી હતી.
મેરિલ વોકેશનલ વિષય અને સફળતા વિશે, મહેતા ટ્યુબમાં કોપર બનાવટ, AC ની અંદર આવતા કોપર પાઇપ અંગે અને Hex Copper માં ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલમાં કામ આવતા Lugs, Earthig Roddની બનાવટ અંગે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ વિઝીટમાં શિક્ષકો મહેન્દ્રભાઈ પટેલ, અવિનાશભાઈ પટેલ, દિપાલીબેન ચુડાસમા, અરવિંદભાઈ ધોરીયા, રશ્મિબેન પટેલ અને વોકેશનલ શિક્ષક પરિમલભાઈ પટેલ જોડાયા હતા. શાળાના આચાર્ય ડૉ.વર્ષા પટેલે સૌને અર્થપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માટે અભિનંદન પાઠવ્યા હતા.