ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસસી.માં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ -૨૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
૧.)ગરુડા નેન્સી મુકેશભાઈ બી.એસસી. સેમેસ્ટર-II માં “કેમેસ્ટ્રી પેપર-૨ (મેજર)” વિષયમાં
૨.) બોરસે રાહુલ જી. બી.એસસી. સેમેસ્ટર-I માં “કેમેસ્ટ્રી પેપર-૨ (મેજર)” વિષયમાં, તેમજ
૩.) હળપતિ આયુષી સંતોષભાઈ બી.એસસી. સેમેસ્ટર-II માં “બોટની પેપર-૧” (માઈનોર) વિષયમાં
ડિસેમ્બર-૨૦૨૩ તેમજ એપ્રિલ-૨૦૨૪ની પરીક્ષામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ સૌથી વધારે માર્ક્સ મેળવી કોલેજ પરિવારનું નામ રોશન કર્યુ છે. આ વિરલ સિદ્ધિ બદલ પ્રિન્સિપાલશ્રી ડૉ. દિપક ડી. ધોબી, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીગણે એમને શુભેચ્છા પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!