એકલવ્ય સ્કૂલ આહવાના વિધ્યાર્થીઓએ “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંતર્ગત ડોર ટુ ડોર જઇ લોકોને જાગૃત કર્યા

ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લાની મામલતદાર કચેરી દ્વારા “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” ની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજવાની સુચના અનુસાર, આહવા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલના વિધ્યાર્થીઓએ મતદાર જાગૃતિનો કાર્યક્રમ કર્યો હતો.
આહવા એકલવ્ય સ્કૂલના વિધ્યાર્થીઓએ આહવા નગરના મિશન પાડા વિસ્તારમા જઇને લોકોમા “મતદાન જાગૃતિ ” વધે અને લોકો પોતાના મતનું મહત્વ જાણે અને સમજે તે માટે વિધ્યાર્થીઓ દ્વારા ડોર ટૂ ડોર જઈને લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા સોનલ મેકવાનના માર્ગદર્શન હેઠળ યોજવામા આવ્યો હતો.

Share this post

error: Gujarat Alert Content is protected !!