અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧ર સામાન્ય પ્રવાહના રીપીટર પરીક્ષાર્થીઓનું પરીણામ જાહેર થયું છે.ધો.૧ર સામાન્ય પ્રવાહ રીપીટર છાત્રોની પરીક્ષાનું ર૭.૮૩ ટકા જાહેર થયું છે. ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરીણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થયું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧ર સામાન્ય પ્રવાહ રીપીટર છાત્રોની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાં કુલ ૧ લાખ ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૩૧૭૮પ છાત્રો ઉતીર્ણ થયા છે.
ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૯૧૦૬ રીપીટર વિદ્યાર્થીઓ જેમની ૭૮ર૧પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૯૦૩ર વિદ્યાર્થીઓ પાસ થયા. જયારે ૩પ૪૩૯ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧રપ૬૪ વિદ્યાર્થીનીઓ પાસ થઇ હતી. ૩પ.૪પ ટકા પરીણામ છે તો વિદ્યાર્થીઓનું ર૪.૩૧ ટકા ઉતીર્ણ થયા છે.