સુરત : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાં બાયોડીઝલની રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે. કારંજ GIDC અને ભાટપોલ ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ૧૧ ટેન્કરો બાયો ડીઝલના કબ્જે કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૧.૫ લાખ લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં બાયોડીઝલનો વેપાર ચાલી રહ્યો છે, જેની સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે.
સુરતમાં બાયોડીઝલના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલની સૌથી મોટી રેડ : ૧૧ ટેન્કરો સાથે ૧.૫ લાખ લીટર બાયોડીઝલ જપ્ત
