ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના સ્ટાર્ટઅપ ઇનોવેશન વિભાગ દ્વારા વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ ઇનોવેશન કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશનનું મહત્વ સમજાવી જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્ટાર્ટ અપ અને ઇનોવેશનના કાર્યક્રમમાં સહભાગી થઈ દરેક વિદ્યાર્થી અને યુવા વર્ગ આ દેશમાં નવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરે અને ઇનોવેશન લાવી આ દેશની આર્થિક સ્થિતિમાં વધારો કરે જેનાથી આપણો દેશ એક મોટી અર્થવ્યવસ્થા બનશે.
મુંબઈ ખાતેથી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ટ્રેનર ડેનિયલ રોજારિયાએ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને સતત બે દિવસ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે ટ્રેનિંગ આપી હતી. આ દરમિયાન તેમણે આવનારા દિવસોમાં પ્રશિક્ષણ વર્ગો વધુમાં વધુ થાય તેના પર ભાર મુક્યો હતો. સરકારના આ ટ્રેનિંગ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાય માટે પણ નવા આયામ મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. પ્રોગ્રામના કો- ઓર્ડિનેટર પ્રા. ઠાકોરભાઈ બી.પટેલ, પ્રા.પારસ શેઠ, પ્રા.મિગ્નેશ ભંડારી, પ્રા.નમ્રતા ટંડેલ, પ્રા.ડૉ.તરુલતા માહ્યાવંશીએ ભારે જહેમત ઉઠાવી હતી.