ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ – ૨૦૨૪ યોજાયો હતો. ૪૫ જેટલી કંપનીઓએ પ્રત્યક્ષ ઈન્ટરવ્યુ લીધા હતા. ૨૨૪૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ૨૬૪ વિદ્યાર્થીઓને એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા.
વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન રાણાએ જણાવ્યુ કે, ગુજરાત સરકારના આવા કેમ્પો થકી રાજ્યમાં એમપ્લોયમેન્ટ રેસિયો વધવા લાગ્યો છે. ઇન્ડસ્ટ્રીઓના વલણ પણ બદલાયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના વિઝન પ્રમાણે આવા કેમ્પોથી રોજગારી મેળવવામાં ચોક્કસ સફળતા મળે છે.
કાર્યક્રમના ઉદ્દઘાટક તેમજ નૂતન કેળવણી મંડળના ચેરમેન સ્વાતિબેન લાલભાઈએ ઉમેદવારોને હિંમત રાખી નોકરીમાં જોડાયેલા રહેવા જણાવ્યું હતું. ઝોન ચારના કો-ઓર્ડિનેટર પ્રો.કે.ડી.પાંચાલે SKILL DEVLOPMENT અંગે કહ્યું કે, નૂતન કેળવણી મંડળ પણ આવું સેન્ટર શરૂ કરી વિદ્યાર્થીઓના કૌશલ્યમાં સુધારો કરશે તો જ આવા કેમ્પની યથાર્થતા વધશે એવુ જણાવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ સતિષભાઈએ આવા કેમ્પ થકી ઇન્ડસ્ટ્રી વચ્ચેના ગેપને દૂર કરવા માટે કોલેજને અભિનંદન આપ્યા હતા. આવા કેમ્પોની જરૂરિયાત વધવા સાથે ઉમેદવારે પણ ઇન્ડસ્ટ્રીઝમાં ટકી રહેવું પડશે એમ જણાવ્યું હતું. કેમ્પમાં વલસાડ તેમજ દમણ, કપરાડા,વાપી, ઉમરગામ, સરીગામ, ભીલાડ અને પારડી સહિતની ૧૪ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ અને કો-ઓર્ડિનેટરો હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં TATA AUTO MOBILE ,અનિલ નાઈક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ,હુબર ગ્રુપ ઇન્ડિયા પ્રા.લિ, યુ.પી.એલ પ્રા.લિ , સમા કેમિકલ પ્રા.લિ., આવકો પાવર પ્રા.લિ.,વેસ્ટર્ન રેફ્રીજરેશન પ્રા.લિ. , BLUEKART EXPRESS LTD, વિશ્વા હેલ્થ અને વિદિશા પેપર લિ. સહિત ૪૫ કંપનીઓએ ભાગ લીધો હતો. દરેક કંપનીઓએ પોતાની માંગ પ્રમાણે કેમ્પમાં રૂબરૂ હાજર રહી ઈન્ટરવ્યુ લીધા હતા.
કાર્યક્રમને સફળ બનાવવામાં શાહ એન.એચ.કોમર્સ કોલેજના કો-ઓર્ડિનેટર પ્રો.એમ.જી.પટેલ, પ્રો.વિજય ચાંપાનેરી, ડૉ.મીનાક્ષી જરીવાલા, ડૉ.ઠાકોરભાઈ બી.પટેલ, ડૉ.પારસ શેઠ, પ્રો.ચિરાગ રાણા, ડૉ.તરુલતા માહ્યાવંશી, ડૉ.આર. જી.પવાર, પ્રો.જીનીષા ભૈનસારે, પ્રો.દિવ્યા ઢીમ્મર અને સમગ્ર અધ્યાપકો તેમજ એન્જિનિયરીંગ કોલેજના પ્રો.સંદીપ પટેલ અને અધ્યાપકોએ તેમજ ૧૪ કોલેજના પ્રતિનિધિ અધ્યાપકોએ જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.