ગુજરાત એલર્ટ । વલસાડ
સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ ગોડથલ સંચાલિત ડી.એ.પટેલ પ્રાયમરી સ્કૂલ ગોડથલ ખાતે તા.૦૭ જાન્યુઆરી, રવિવારના રોજ બાળમંદિર અને ધો. ૧ થી ૫ ના બાળકોમાં રહેલ શારીરિક ક્ષમતાઓ બહાર લાવવા માટે સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી બાળમંદિર ગોડથલ, ખુડવેલ, આછવણી, ભેસધરા અને ડી.એ.પટેલ પ્રાયમરી સ્કૂલ ગોડથલ સ્કૂલના ૩૦૦ બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વિજેતા બાળકોને મેડલ અને ટોફી તેમજ દરેક બાળકોને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
બાળકોને પ્રોત્સાહન આપવા માટે મે. ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, જયાબેન પટેલ, સ્વામિનારાયણ સ્કૂલના મે. ટ્રસ્ટી હરિવલ્લભ કૃષ્ણસ્વરૂપદાસજી, શાળાના આચાર્યો સંજયભાઈ ઠાકર્યા(ધો ૧-૫) અને આશાબેન પટેલ(બાળમંદિર), ગોડથલના સરપંચ જશવંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ દેસાઇ, દિનેશભાઈ પટેલ(નિવૃત RFO) અને ધરમપુરથી સહ કાર્યકર્તા રાજુભાઈ આર. પટેલ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોને ઇનામ વિતરણ કર્યા હતાં.