ગુજરાત એલર્ટ । વલસાડ
Queen સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી, વલસાડ અને નવોદય દિવ્યાંગ વિદ્યાલય દ્વારા તા.૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ કેમ્પસમાં દિવ્યાંગ બાળકો /વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાંથી આ સ્પેશિયલ ઓલમ્પિક ખેલ મહાકુંભ ૨.૦ માં ૫૦૦ જેટલી એન્ટ્રીઓ આવી હતી. તેમજ ખાસ કરીને ૩૫૦ વિદ્યાર્થીઓ દિવ્યાંગ સાથે તેમના માતા -પિતા પણ રહ્યા હતા.
કાર્યક્રમમાં ઓલમ્પિકસ સ્પેશિયલ મહાકુંભના ચેરમેન કૌશલભાઈ હાજર રહ્યા હતા.અને આ વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. નવોદય વિદ્યાલયના ટ્રસ્ટી અમૃતભાઈએ પણ સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું કે, સરકાર ખુબ સારું કાર્ય કરી રહી છે. આ બાબતે સભારંભના ઉદ્દઘાટક અને અધ્યક્ષ ડૉ ગિરીશકુમાર રાણાએ કેમ્પસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓનો ઓલમ્પિક ખેલકુંભનું આયોજન કરવા નવોદય વિદ્યાલયને અભિનંદન આપતા કહ્યું હતું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ એ ભગવાનનું સ્વરૂપ હોય ,તેમજ માતા પિતાને અભિનંદન આપતા અને આવા બાળકો થકી એમનું પણ કલ્યાણ થશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સારું નામ વિકલાંગ ને બદલે ‘દિવ્યાંગ’ આપવા બદલ તેમને યાદ કર્યા હતા. તેમને ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીને પણ ખુબ ભગવાન સફળ કરે. કાર્યક્રમમાં હાજર અશોકભાઈ ગુજ્જુભાઈને પણ બિરદાવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રો.એમ.કે.પટેલ, સ્પોર્ટ્સ અધ્યાપકશ્રી અને નવોદય વિદ્યાલયના ટ્રસ્ટી, નવોદય વિદ્યાલયના શૈક્ષણિક કર્મચારીઓ વિવિધ શાળાના ફીઝીકલ શિક્ષકો તેમજ શાહ એન.એચ.કોમર્સ.કોલેજના એન સી સી ના કેડેટોએ અને ઉત્તમભાઈએ પરિશ્રમ કર્યો હતો.