સંવેદના અબોલ જીવોની સંસ્થા દ્વારા વલસાડ પોલીસનું વિશિષ્ટ સન્માન

ગણતરીની કલાકોમાં વલસાડ પોલીસે ગૌરક્ષક હાર્દિક કંસારાને ઉડાવી દેનારા ગૌતસ્કરોને પકડી પાડ્યા હતા

વલસાડના ધરમપુરના ગૌરક્ષકને ડુંગરી પાસે ગૌતસ્કરી કરતી ગેંગના ટેમ્પો ચાલકે ટક્કર મારી ઉડાવી દીધો હતો. ત્યારે આ ઘટનામાં તુરંત એક્શન લઇ વલસાડ એસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસે આ તસ્કરોને વલસાડ અને મહારાષ્ટ્રથી પકડી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેમની આ સિદ્ધિને સંવેદના અબોલ જીવોની અખબારી સંસ્થા દ્વારા વધાવી લઇ તેમનું સન્માન કર્યું હતુ.
સંવેદના અબોલ જીવોની અખબારી સંસ્થા દ્વારા ગૌરક્ષકને મોતને ઘાટ ઉતારનારા આરોપીને પકડનારા સુરત રેન્જ એડિ.ડીજી. રાજકુમાર પાંડિયનના માર્ગદર્શનથી વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોતાની ચાણક્ય બુધ્ધીથી અનેક ભેદ ઉકેલ્યા છે અને જિલ્લામાં તેમને લોકોના દિલ માં સ્થાન લીધું છે એસઓજી પીઆઇ વી.બી.બારડ, વાપી પીઆઇ વી. જી.ભરવાડ, એલસીબી પીએસઆઇ સી.એચ.પનારા, એસઓજી પીએસઆઇ કે. જે. રાઠોડ, પીએસઆઇ કે.એમ.બેરિયા,પીએસઆઇ એલ.જી. રાઠોડ, રૂરલ પીએસઆઇ એ.જે રાણા, કપરાડા પીએસઆઇ ડી. આર. ભાદરકા, ભીલાડ પીએસઆઇ બી. એચ. રાઠોડ, ડુંગરી પીએસઆઇ જે.એસ.રાજપૂતનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતુ. સંવેદના અબોલ જીવોની અખબારના સેંજલ મહેતા અને કેતનભાઇ ગણાત્રાએ વલસાડના પત્રકાર કાર્તિક બાવીસી સાથે તમામ અધિકારીને રૂબરૂ મળી સન્માન કર્યું હતુ.

 

 

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!