ગુજરાત એલર્ટ l આહવા
ભારત સરકાર પુરસ્કૃત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન કરતું સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતું સખી વન સ્ટોપ સેન્ટર જ્યાં મહિલાઓને સહાયરૂપ થવા માટે આ સેન્ટરની સુવિધા ઉપયોગી થઈ રહી છે. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્ય સ્થળો કે ઘર કુટુંબોમાં શારીરિક માનસિક હિંસા નો ભોગ બનેલી મહિલાઓ આ સેન્ટરની સેવા લઈ શકે છે. અહીં કાઉન્સેલરો દ્વારા મહિલાઓને સામાજિક પરામર્શ સાધી તબીબી, પોલીસ કે કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.જરૂર પડીએ આશ્રયની સુવિધા પણ અપાય છે.અહીં શારીરિક જાતિય ઘરેલુ હિંસા માનસિક ભાવનાત્મક હિંસા મહિલાઓનો અનેતિક વેપાર, એસિડ એટેક જેવા કેસનો ભોગ બનેલી મહિલાઓને સખીનો સાથ મળી શકે છે.ઉપરાંત ઈમરજન્સી રેસ્ક્યુ સર્વિસ, માનસિક સામાજિક સમર્થન અને પરામર્સ ટ્રાન્સપોર્ટની સુવિધા, જરૂર પડે દુભાષિયાને સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર આહવા વર્ષ 2019 થી કાર્યરત છે. જ્યાં સેન્ટર શરૂ થયાના 2023 સુધી 601 મહિલાઓએ સેન્ટરમાં અપાતી સેવાનો લાભ લીધેલ છે.અને 171 મહિલાઓએ આશ્રયની સેવાનું લાભ લીધો છે.પરિવારથી વિખુટી પડેલી 33 જેટલી મહિલાઓને પરિવારમાં પુનઃસ્થાપન કરેલ કરવામાં આવેલ અને 3 નિરાધાર મહિલા મળી આવેલ જેઓ ને સેન્ટર દ્વવારા સેવાભાવી સંસ્થા માં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.