વલસાડના અતુલમાં પ્રતિબંધક કફશિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલકને SOGની ટીમે ઝડપી પાડ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફશિરપનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બાતમી વલસાડ SOGની ટીમને મળી હતી. બાતમીના આધારે SOG ટીમે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરી પ્રતિબંધક કફશિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાનાં સંચાલકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સંચાલકના ઘરેથી પણ કફ શિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં પ્રતિબંધક કફશિરપનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા જિલ્લા પોલીસ અધિકક્ષ ડો.કરનરાજ વાઘેલાએ SOGની ટીમને સૂચના આપી હતી. જે સુચનના આધારે SOG PI એ.યુ રોઝના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન વલસાડ તાલુકામાં પેટ્રોલિંગ કરતી SOGની ટીમને અતુલના રત્નાગીરી પ્લાઝા એપાર્ટમેન્ટના C/302 માં રહેતા પ્રેમચંદ રામમૂર્તિ વર્મા તેના ઘરે કફશિરપનો જથ્થો રાખીને નજીકમાં આવેલા પાનના ગલ્લા ઉપર છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. SOGની ટીમે બાતમીવાળા ઘરે અને પાનના ગલ્લા ઉપર રેડ કરી કુલ 115 બોટલ પ્રતિબંધક કફ શિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે આરોપી પ્રેમચંદ વર્માની પ્રાથમિક પૂછપરછ કરતા નશાયુક્ત કફશિરપની ખુબજ ડિમાન્ડ હોવાથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ વધુ કિંમત ચૂકવે છે. જેથી પ્રતિબંધક કફશિરપ સુરતના દિનેશભાઇ બામણિયા પાસેથી ખરીદી લાવી અતુલ ખાતે છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. વલસાડ SOGની ટીમે પ્રેમચંદ રામમૂર્તિ વર્માની ધરપકડ કરી દિનેશ બામણિયાને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!