ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વલસાડ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા તાલુકા કક્ષાના સેમિનારનું આયોજન પારડી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દક્ષેશભાઈ છોટુભાઈ પટેલના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતુ.
સામાજિક સમરસતા શિબિર વિષે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી હરેન્દ્રકુમાર ચૌધરી તથા સમાજ કલ્યાણ નિરીક્ષક રીમા પટેલ તરફથી યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. સૌને યોજનાકીય પત્રિકાઓ વહેંચી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટેની સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને કાયદા વિષે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં નગરપાલિકાના સભ્ય ઇલાબેન પરમાર, વાલ્મીકી એસોસિએશન મંત્રી પંકજભાઈ ઘરાણીયા તેમજ સમાજના આગેવાનો મહેશભાઈ રોહિત, યોગેશ સોલંકી, ભગવાન સોલંકી તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.