ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણધિકારીની કચેરી દ્વારા ધરમપુરના કરંજવેરી ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ કોલેજમાં “બેટી બચાવો, બેટી પઢાઓ યોજના” અંતર્ગત ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સનો સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર ગાઇડન્સની માહિતી આપી વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ પોતે પોતાનું લક્ષ્ય નક્કી કરી તે દિશામાં આગળ વધવું જોઈએ જેથી કરી તેવો પોતાના લક્ષને પ્રાપ્ત કરી શકે.
ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓમાં કેરિયર ગાઇડન્સની જાગૃત્તા આવે અને તેઓ ભવિષ્યમાં સારૂ મુકામ પ્રાપ્ત કરે એ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને ટ્રેનર દ્વારા પીપીટીથી ધો. ૧૦ના વિદ્યાર્થીઓને પ્રાચી દેસાઈ, આઉટ રિચ કો-ઓર્ડીનેટર, શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને કૃણાલ ગાંધી,ડેવલપમેન્ટ ઓફિસર, શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધો. ૧૦-૧૨ પછી કયા ક્ષેત્રમાં આગળ વધવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશભાઈ ગિરાસે, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ કોલેજના પ્રિન્સિપાલ, DHEWના સ્ટાફ તેમજ તમામ સ્કૂલમાંથી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.વી પટેલ માધ્યમિક શાળા આસુરા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કરંજવેરી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય કરંજવેરી, શ્રી રામેશ્વર સેકેન્ડરી સ્કૂલ બારોલિયા અને મોડેલ સ્કૂલના ૩૮૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.