વલસાડ
વલસાડ જિલ્લાના વાઘલધરા ગામ ના પિતા કેશવ ભાઈ અને માતા મધુબેન ના સુપુત્ર શ્રી રાજ રાજેશ્વર મહારાજે લંડન ની ધરતી પર સનાતન ધર્મ નો દબદબો સમજાવવા માં સફળતા પ્રાપ્ત કરી ભારતદેશ નું નામ રોશન કર્યું છે સનાતન ધર્મ ના માર્ગ દર્શન કરાવતા અને સામાજિક સેવા માં પોતા ના જીવન ને સમર્પિત કરી દેનાર ધર્મગુરુ શ્રી રાજરાજેશ્વર મહારાજ ને વલ્ડબુક રેકોર્ડ સંસ્થા એ પોતા ની સાથે જોડી ધન્યતા પ્રાપ્ત કરી છે જોધપુર ના સદ્ગુરુદેવ ડો.નારાયનદત્ત શ્રીમાલી ના પરમ શિષ્ય એવમ માનસ પુત્ર ધર્મભૂષણ રાજ રાજેશ્વર મહારાજે વિદેશ ની ભૂમિ પર ધર્મ નો ઝંડો લહેરાવી ભારત દેશ નું નામ દુનિયા ના દેશો માં ઉચ્ચસ્થાને બિરાજમાન કર્યો છે બ્રિટન ના લંડન ખાતે ઈન્ટર નેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ની સ્થાપના કરી છે જ્યાં તેવો આપણા દેશ થી અનેક સાધુ સંતો ,સંગીતકાર તેમજ વક્તાઓ ને બોલાવી ભારત ની સંસ્કૃતિ ના જ્ઞાન આપતા રહે છે લંડન માં સામાજિક તેમજ રાજનીતિક મહાનુભવો ના સહયોગ પણ કરતા રહે છે ગુરુજી એ ઇંગ્લેન્ડ ની મહારાણી સાથે બે વાર મુલાકાત કરી હતી તેમની સેવા ભક્તિ અને સમાજસુધારા ની નીતિ બાબતે નિરીક્ષણ કરી વલ્ડ બુક ઓફ રેકોર્ડ એ હમેશા તેમની કૃપા બની રહે એ આશા એ તેમને THE PEACE AMBASSADOR તરીકે નિયુક્ત કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી