ખેરગામનાં નડગધરીમાં વાવાઝોડાં સાથેનાં વરસાદથી છાપરું વીજસ્થંભ તૂટ્યા

ગુજરાત એલર્ટ | ખેરગામ
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતા ડાંગરનો ઉભોપાક તૈયાર થવામાં પાણીની અછત સર્જાતા ધરતી પુત્રો ચિંતાગ્રસ્ત હતા. જેમાં દર વર્ષની જેમ કૃષ્ણ જન્મ-સાતમી તારીખે રાત્રે ભયંકર ધડાકા ભડાકા વીજ ચમકારા સાથે બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ત્રાટકતા ખેતરો તરબતર થતા ધરતી પુત્રોને રાહત થઈ હતી. ઉદયાતિથીના લીધે જન્માષ્ટમી સાતમી તારીખે ઉજવાતા કૃષ્ણ જન્મ દરમ્યાન પણ મધરાતે સવા ઇંચ જેટલો વરસાદ થયો, આઠ તારીખે ચાર ઇંચ જેવો થયો. આમ નવમીની સવાર સુધીમાં ખેરગામ ખાતે છન્નુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તારીખ છની મધરાતે તોફાની વરસાદે નડગધરી ગામે મુખ્ય રસ્તાની બાજુમાં ડુંગરી ફ.મા મોટા સરૂનું ઝાડ સાથે આસોપોલવ પણ તૂટી પડતા જયેશભાઈ ઠાકોરભાઈ પટેલના બે ગાળાના કાચા મકાનમાં ઉપર પડતા એક ગાળાના ભાગના દસેક પતરાં તથા અસંખ્ય નળિયા ભાંગીને ભૂક્કો થઈ ગયા હતા. સદનસીબે કડાકા ભડાકાના લીધે સૌ જાગી જતા કોઈ જાનહાનિ થઈ નથી. નડગધરીના તલાટી કમ મંત્રી મીનાબેને સ્થળ મુલાકાત કરી રૂ.૫,૬૦૦/- ની નુકસાનીનો અંદાજ કાઢ્યો હતો. બે વીજથાંભલા પણ તાર સાથે ધ્વસ્ત થયા હતા. જેની જાણ વીજકંપનીના જે. આર. પટેલને કરતા વીજતંત્રએ બીજે દિવસે સમારકામ પૂરું કરી વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!