સાસુ-જમાઇના સંબંધને લજવતો કિસ્સો : દીકરીએ જ આપી પતિ-માતાના સંબંધને મંજૂરી : સોશ્યલ મિડીયા પર વીડિયો થયો વાયરલ
નવી દિલ્હી: ભારત એક એવો દેશ છે જેમાં સંસ્કારોનું મહત્વ છે અને દરેક સંબંધની એક ગરિમા છે પરંતુ વિદેશોમાં તેનાથી ઉલટુ છે, ત્યાં જેવી જરૂરિયાત હોય તે પ્રકારે સંબંધ રાખવામાં આવે છે. હાલ એક વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દીકરી પોતાની માતા અને પતિના સંબંધો વિશે ખુલીને વાત કરી રહી છે.
આ મહિલાનું નામ સ્વિંગર મિલી છે. મિલીએ પોતાના પતિ અને માતા સાથે એક વીડિયો બનાવીને ટિકટોક પર શેર કર્યો છે. જેમાં તે કહે છે કે તે પોતાના પતિને માતાની બાંહોમાં મદહોશ થવા દે છે. જયારે પણ તેમનો પરિવાર સાથે હોય છે ત્યારે તેની માતા અને પતિ એકબીજા સાથે ચિપકેલા રહે છે. આ વાતથી મિલીને પણ કોઇ પ્રકારની આપત્ત્િ। નથી. વીડિયોમાં તે કહી રહી છે કે આ વસ્તુ મારા પતિને ખુશ રાખે છે.
ટીકટોક પર મિલીએ @milliesellers411 નામથી અકાઉન્ટ બનાવ્યું છે અને તેના પર તે પોતાની માતા અને પતિના સંબંધો વિશે ખુલીને વાત કરે છે. એટલુ જ નહી વીડિયોમાં તેની માતા અને પતિ બાહોપાશમાં પણ છે. તેણે કહ્યું કે તે એક એવી પત્ની છે જેને પોતાના પતિ અને માતા વચ્ચેના અનૈતિક સંબંધોથી કોઇ તકલીફ નથી.ટીકટોક પર શેર થયા બાદ આ વીડિયોને ૧ કરોડ ૧૦ લાખથી વધારે લોકોએ જોયો છે. કેટલાક વ્યકિતઓએ કમેન્ટ કરી છે કે આ મજાક છે પરંતુ મિલીએ કેપ્શનમાં સાફ લખ્યું છે કે આ કોઇ મજાક નથી. લોકો હેરાન છે કે એક મહિલા પોતે જ માતા અને પતિના અફેરનો ખુલાસો કરી રહી છે અને બંને વચ્ચેના ફીઝીકલ સંબંધોથી પણ તેને કોઇ વાંધો નથી. આ ઘટના સાસુ અને જમાઇના સંબંધોને લજવે તેવી છે.