ગુજરાત એલર્ટ | વલસાડ
દરેક નાગરિકોને તેમના ઘર આંગણે જ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત વલસાડ પાલિકા દ્વારા અબ્રામાની પ્રાથમિક શાળા ખાતે વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકીની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૭૬૩ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રોપર્ટી ટેક્સ, આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૩ વિભાગો દ્વારા નાગરિકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ ઉપર કાર્યવાહી કરી આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓને યોજનાકીય લાભો પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા.
રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી કરવા અંગેની ૧૧૨ અરજી, આવકના દાખલા ૭૩, હેલ્થ વેલનેસ કાર્ડ ૭૧, જન્મ મરણના પ્રમાણપત્ર ૭૦, પ્રોપટી ટેક્સ ૭૦, આધાર કાર્ડમાં સુધારા ૫૧, રાશન કાર્ડમાં નામ કમી ૪૫, રાશન કાર્ડમાં સુધારો ૪૫, પી.એમ.જે માં ૪૦, રાશન કાર્ડમાં નામ દાખલ ૩૫, વ્યવસાય વેરા અરજી ૩૦, ગુમાસ્તા ધારા ૩૦, વ્યવસાય વેરો ૩૦, આધાર નોંધણી ૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે ૧૨, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ૬, ઘરેલુ વીજ જોડાણ માટેની અરજી ૫, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના ૫, અટલ પેન્શન યોજના ૩, નિરાધાર વૃધ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના ૩, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર ૨, બસ કન્સેશન પાસ – સામાન્ય લોકો માટે ૨, જનધન યોજના અન્વયે બેંક ખાતુ ખોલાવવુ ૨, સુકન્યા સમૃધ્ધિ યોજના ૨, નમોશ્રી યોજના ૨, જાતિ પ્રમાણપત્ર (સૌરાષ્ટ્રના જિલ્લાઓ સિવાય) ૨, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર ૨, બસ કન્સેશન પાસ દિવ્યાંગો માટે ૨ અને કુંવરબાઈ મામેરૂ સહાય યોજના ૧ મળી કુલ ૭૬૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, એન્જિનિયર હિતેશ પટેલ, શહેર સંગઠન પ્રમુખ કંદર્પ દેસાઈ અને માજી કોર્પોરેટર ઝાકીર પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.