ગુજરાત એલર્ટ । વલસાડ
વરસાદના વરિષ્ઠ પત્રકાર અને કાકાના નામથી જાણીતા મહેશભાઈ દેસાઈનું 84 વર્ષની જૈફ વયે ટૂંકી માંદગી બાદ પોતાના નિવાસસ્થાને અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા વલસાડ તીથલ રોડ, ડીડીઓ બંગલા પાછળ આવેલા પૂજા એપાર્ટમેન્ટ સ્થતિ નિવાસસ્થાનેથી નીકળી હતી. તેમનાં નસ્વર દેહને કૈલાસ રોડ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સ્વ. મહેશ કાકાએ વલસાડમાં સંદેશ, ગુજરાત સમાચાર સહિતના મોટા અખબારોમાં પત્રકાર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ સ્થાનિક અખબાર ગંગા ટાઈમ્સમાં કોલમિસ્ટ તરીકે દમણગંગાનાં તીરેથી કોલમ લખી ખાસ્સી નામના મેળવી હતી.