વલસાડના એરોયોગ સ્ટુડિયોમાં થંભી ગયેલાં હૃદયને ધબકતું કરવાં સેમિનાર યોજાયો

વલસાડ
આપણને ખબર હોતી નથી કે થંભી ગયેલા હૃદયને જો પહેલી સાત મિનિટમાં પ્રોપર CPR કરવામાં આવે તો તેને ફરી ધબકતું કરી શકાય છે. વલસાડમાં યોજાયેલા સેમિનારમાં તબીબોએ આ અંગેની સમજણ પૂરી પાડી હતી.

વલસાડના ડ્રીમલેન્ડ આર્કેડમાં બીજા માળે આવેલાં એરોયોગ સ્ટુડિયોમાં સંચાલક શ્રી જીગ્નેશભાઇ રાઠોડ દ્વારા ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ ( CPR TRAINING SESSION) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે વલસાડનાં જાણીતા એનેસ્થેસીયોલોજીસ્ટ અને વલસાડ જિલ્લામાં CPR TRAINING ના પ્રણેતા શ્રી ડૉ. સંદીપભાઈ દેસાઈએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે CPR (cardio- pulmonary resuscitation) દ્વારા થંભી ગયેલાં હૃદયને પુનઃ ધબકતું કરી શકાય છે. વળી આ હૃદય બંધ થયાની પહેલી સાત મિનિટમાં CPR કરવામાં આવે તો વ્યક્તિનું હૃદય પાછું કાર્યરત થવાની શક્યતા ૬૦% વધી જાય છે. આમ આ દરેક વ્યક્તિએ જાણવું અને આવડવું જરૂરી છે.

ડૉ. સંદીપભાઈ સાથે એમના મિત્ર શ્રી ડૉ. શિરીષભાઈ પટેલ પણ જોડાયા હતાં. ડૉ. શિરીષભાઈ અમેરિકામાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે સેવા આપે છે. અને CPR તાલીમનાં નિયુક્ત ટ્રેઈનર છે. જેને પગલે શિબિર ખુબજ રસપ્રદ અને માહિતીસભર રહી હતી.

વળી સૅમ ટ્રેઇનર્સ એન્ડ સિસ્ટમ્સના મેનેજિંગ પાર્ટનર શ્રી શ્યામ ગજરાની CPR માટે મનિકીન પણ લઈ આવ્યા હતાં. જેથી તમામ તાલીમાર્થીઓને જાતે મનીકીન પર CPR કરવાની તક સાંપડી હતી. શિબિરમાં હાજર તમામ તાલીમાર્થીઓએ કોઈકનું જીવન બચાવવા માટે શીખવાનું મળતા આનંદની લાગણી અનુભવી હતી. આ સેમિનારનું આયોજન કરવા બદલ તાલીમાર્થીઓએ એરોયોગના સંચાલક જીગ્નેશભાઈનો તમામ તાલીમાર્થીઓએ આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!