ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકા પંચાયતના હોલમાં દિનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે ક્રેડિટ કેમ્પ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ સુનિલભાઈ ટંડેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વ સહાય જૂથની બહેનોને કુલ રૂ. ૩૪ લાખના ચેકનું મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટેટ બેંકની ચણવઇ બ્રાંચના મેનેજર અનિલ ઠાકરે, બેંક ઓફ બરોડા ખત્રીવાડ બ્રાંચના મેનેજર વિજય પટેલ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, કાપરીયાનાં મેનેજર કુદનાબેન તેમજ બેંકસખી દૃષ્ટ્રીબેનને કેશ ક્રેડિટની શ્રેષ્ઠ કામગીરી બદલ મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય સમિતિનાં સભ્ય દેવાંશીબેન, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ, લીડ બેંકના ડિસ્ટ્રીક્ટ મેનેજર નીતેશ શર્મા, જિલ્લા લાઈવલી હૂડ મેનેજર ઈમરાન કુરેશી, માઈક્રો ફાયનાન્સના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર રોહન શાહ, ચણવઇ સખી મંડળનાં કેશ ક્રેડિટની ૩૫ લાભાર્થી બહેનો અને બેંક સખી તેમજ તાલુકાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
આભારવિધિ તાલુકા લાઈવલીહુડના મેનેજર હર્ષદ દેસાઈએ કરી હતી.