ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના સરોધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર હોટલ એકતાની સામે બનેલ અકસ્માતની ઘટનામાં સીક્વલ ગ્લોબલ પ્રીસીઓસ લોજીસ્ટીક કંપનીનો બોલેરો પિકપ નંબર MH-02-FG-9856 માં ચાલક, સિક્યોરિટી ગાર્ડ તથા મેનેજર સુરતથી કિંમતી સામાન લઈ મુંબઈ મેન બ્રાંચ ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન સરોધી નેશનલ હાઈવે પર પિકપની એક્સેલ ટુટી જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પિકપ ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગયો હતો. ઘટના બનતા આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સિક્યોરીટી વેનમાં સવાર ચાલક, ગાર્ડ તથા મેનેજરને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. જેમાં ગાર્ડ તથા મેનેજરને પહોંચેલી ઈજાને પગલે ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરાઈ હતી. ઘટનાની જાણ થતાં 108ના પાઇલોટ બીપીન પટેલ અને EMT ભવેશ પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા..
આ ઘટનામાં ચાલકને પણ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી પરંતુ સિક્યોરિટી વેનમાં કિંમતી સામાન હોવાના કારણે ચાલક ઘટના સ્થળે જ સામાનની દેખરેખ રાખવા ઉભો રહ્યો હતો. ત્યારબાદ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સિક્યોરીટી કંપનીના અધિકારીઓને જાણ કરી સાવચેતી પૂર્વક ક્રેનની મદદથી સિક્યોરિટી વેનને સાઈડે હટાવાની તજવીજ હાથ ધરી હતી.