ગુજરાત એલર્ટ । વલસાડ
વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પ.પુ.શ્રી શરદભાઈ (દાદા) વ્યાસના સેવા નિધિ કાર્યક્રમ હેઠળ એમના પુત્ર ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ દર વર્ષે ધરમપુર અને કપરાડા તાલુકાના હજારો ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુક અને સ્કૂલ બેગ અને સ્ટેશનરીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત 3000 સ્કૂલ બેગોનું વિવિધ શાળા પરિવારમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ધરમપુર તાલુકા જંગલના અંતરિયાળ ગામ અવલખંડી અને મામાભાચા ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય કાર્યરત છે. ધો. 1 થી 8 સુધી અભ્યાસ કરતા આદિવાસી, ગરીબ ઘરના નાના નાના ભૂલકાઓ માટે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, ધરમપુર દ્વારા રહેવા, જમવા સહિતની અનેકવિધ શૈક્ષણિક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ધરમપુર તાલુકાના અવલખંડી ગામના છાત્રાલયમાં 150 વિદ્યાર્થીઓ અને મામાભાચા ગામનાં છાત્રાલયમાં 70 નાના નાના ભૂલકાઓ આ વર્ષે પણ સેવા નિધિ કાર્યક્રમ હેઠળ શ્રી આશિષભાઈ વ્યાસનાં સ્કૂલ બેગનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતના સામાજિક કાર્યકર્તા તારકભાઈ શુક્લા દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને જરૂરી નોટબુક અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું. સમગ્ર સેવકર્યામાં સાહિત્ય પ્રભાતનાં સભ્યો પણ સાથે જોડાયા હતા.