રાહતદરે સારવાર આપનારા અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની સરપંચોએ મુલાકાત લીધી

ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત મેડીકલ સેન્ટરમાં અતુલ લિમિટેડનાં કર્મચારીઓ ઉપરાંત આજુબાજુનાં ગામનાં લોકોને રાહત દરે અદ્યતન મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અતુલ અને આસપાસનાં ગામનાં સરપંચોએ આજરોજ અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી.જેમાં ચણવઈ ગામનાં સરપંચ મનીષભાઈ પટેલ અને હેતલબેન પટેલ, અંજલાવ ગામનાં સરપંચ જયનેશભાઈ, ગાડરીયા ગામનાં સરપંચ વિશાલભાઈ, પારડી પારનેરા-ચીચવાડા જૂથ ગ્રામપંચાયતનાં સરપંચ સુરેખાબેન, મગોદ-ડુંગરીથી વિજયભાઈ અને માછીમાર મહામંડળનાં પ્રમુખ રામુભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

મેડીકલ સેન્ટરનાં ડો.વિશાલ મહેતા, ડો.યાક્ષીકા પટેલ અને અતુલ કંપનીનાં જનરલ મનેજર ગૌતમભાઈ દેસાઈ દ્વારા અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની ઓપીડી, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી,લેબોરેટરી તપાસ, ફાર્મસી વગેરે સુવિધાઓ અને સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો અંગે જાણકારી આપવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!