ખેરગામ તાલુકાના સરપંચ તલાટીઓને ISI જેવાં સ્ટાન્ડર્ડ માર્ક અંગે માર્ગદર્શન અપાયું

ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકાના પંચાયત ખાતે ભારતીય માનક બ્યુરો, સુરત (BIS Surat Branch office- SUBO) ઓફિસ દ્વારા તાલુકા વિસ્તારના અનેક ગામના સરપંચ તલાટી કમમંત્રીઓ માટેનો જાગરુકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ISI, Hall Mark and HUID, Electronic Ragistration Mark, Eco Mark જેવા સ્ટાન્ડર્ડની માહિતી આપવામાં આવી અને ગામડાઓ સુધી ઇન્ડિયન સ્ટાન્ડર્ડની માહિતી પહોંચે અને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું આયોજન ભારતીય માનક બ્યુરો, સુરત બ્રાન્ચ ઓફિસના સ્ટાન્ડર્ડ પ્રમોશન કન્સલટનટ ભાવિષાબેન રોહિત દ્વારા કરવામાં આવ્યું જેના SUBOનાં GE (ગ્રેજ્યુએટ એન્જિનિયર) ભવ્યાબેન જોશી દ્વારા BIS તેમજ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મહેશકુમાર વિરાની તેમજ નાયબ તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ પટેલ, સરપંચ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સરપંચ અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!