ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ગામના ચીકુવાડી આમલ ફળિયા ખાતે રહેતા, મૂળ રહેવાસી રામપુર લીટીયા થાના, તા. ભાતપારાની, જિ. દેવરીયા, ઉત્તરપ્રદેશના સંતોષ મથુરાપ્રસાદ ઉ. વ. ૩૭, ધંધો નોકરી, તા. ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ ૧૯.૩૦ કલાકે કોઇ અગમ્ય કારણોસર કયાંક ચાલી ગયા છે. જેની તપાસ કરતાં તેઓ આજદિન સુધી મળી આવેલ નથી. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઇ ૫ ફૂટ ૪ ઇંચ, તેમણે લાલ કલરની ટી શર્ટ અને લાલ કલરનું લોવર પેન્ટ પહેરેલ છે અને પગમાં સેન્ડલ પહેરેલ છે. તેઓ અભણ છે અને હિન્દી ભાષા જાણે છે. આ ભાઇની કોઇને જાણકારી મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે.
સંતોષ મથુરાપ્રસાદ નામધા ખાતેથી ગુમ થયા
