ગુજરાત એલર્ટ | વલસાડ
ભારત માતા સેવા કેન્દ્ર સંચાલીત પિંડવળ તથા બોપીના કન્યા છાત્રાલય ખાતે તા. 22 ડિસેમ્બર, 2024 ને રવિવારે લાયન્સ ક્લ્બ ઓફ વલસાડ ડાયમંડ દ્વારા 170 જેટલી કન્યાઓને 3000 સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેની સાથે ટીશર્ટ અને કુર્તિઓ બંને મળીને દરેક કન્યાને કપડા આપવામાં આવ્યા હતા.
આ વિતરણ દરમિયાન વલસાડના ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ ડો. યોગિનીબેન રોલેકર લાયન્સના પ્રમુખ લા. ડો. જાનકી ત્રિવેદી સાથે બંને છાત્રાલયની મુલાકાતે ગયા હતા.
ડો. યોગિનીબેનએ કન્યાઓને માસિક ધર્મ, તેની તકલીફો અને નિવારણ તેમજ મુગ્ધાવસ્થા દરમિયાન લેવાની કાળજી અને હેલ્થ-હાઇજીન વિષય ઉપર વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.