ગોરગામના 18 વર્ષીય માનવે અંધજન શાળાની મદદે આવવા કેરીનો ધંધો કર્યો
વલસાડ
વલસાડના ગોરગામના કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય પાટીદાર યુવાનને અંધજન શાળામાં દાન આપવા માટે કેરીનો ધંધો શરૂ કરી રકમ અંધજન શાળામાં દાન આપી માનવતાનુ કાર્ય કર્યું છે.
મૂળ વલસાડ તાલુકાના ગોરગામ ગામના હાલ વલસાડના તિથલ રોડ આદિનાથ કોમ્પ્લેક્સમાં રહેતા પાટીદાર યુવાન માનવ નિમેષભાઈ પટેલ વલસાડ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. માનવ પટેલને અંધજન શાળામાં દાન આપવાનો વિચાર આવ્યો હતો. માનવ પાસે પોકેટ મની તેમના માટે પૂરતી ન હોય તેણે કેરીનો ધંધો શરૂ કર્યો હતો. વલસાડની પ્રખ્યાત કેરીઓ વેચી તેમાંથી મળેલી આવક અંધશાળામાં દાન આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં આ પણ એક ખરા અર્થમાં સેવા કહેવાય છે. માનવની આ માનવતા જોઇ અન્ય લોકોએ પણ પ્રેરણા લેવી પડશે. મીડિયા સાથે સંકળાયેલા માનવના પિતા નિમેષભાઈ પટેલે માનવની આ કામગીરીને ગૌરવવંતી ગણાવી હતી.