ગુજરાત એલર્ટ l આહવા
ભારત સરકાર પુરુસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર આહવા ડાંગ, તા.૦૯/૦૯/૨૦૧૯ થી કાર્યરત છે જેમાં હિંસાથી પીડિત મહિલા ઓ ને એકજ છત્ર હેઠળ કાયદાકીય સહાય, તબીબી સહાય, પોલીસ સહાય, કાઉન્સેલિંગ, હંગામી ધોરણે 5 દિવસ નો આશ્રય આપવા આવે છે. તા.૧૫/૧૨/૨૦૨૩ના રોજ સુબીર પોલીસ સ્ટેશન ધ્વારા એક અજાણ 40 વર્ષીય મહિલા ને સેન્ટર ખાતે લાવવામાં આવેલ મહિલા ને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ ત્યાર બાદ સેન્ટર ના કર્મચારી ધ્વારા મહિલા નુ કાઉન્સેલિંગ કરતા મહિલા પોતાનું નામ રુક્મણીબેન દેવ પવાર અને બેન્દ્રા, આળેગાવ, બારામતી મુંબઈ એમ અલગ અલગ ગામો જણાવેલ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલા ની તબિયત સારી ના લાગતા મહિલા ને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ અને સારવાર કરાવેલ , ત્યાર બાદ મહિલા ના વાલી વારસદાર ની શોધ ખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જે ગામો જણાવેલ તેના આધારે સેન્ટર ના કેન્દ્ર સંચાલક દ્વવારા આહવા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ તેમજ સાપુતારા પોલીસ સ્ટેશન નો ટેલિફોન સંપર્ક કરી મહિલા ના વાલી વારસદાર ની તપાસ કરવામાં આવેલ પરંતુ મહિલાના કોઈ વાલી વારસદાર મળેલ નહીં, જેથી આજરોજ તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ પોલીસ અધિક્ષકની કચેરી આહવા ડાંગ , મહિલા પોલીસ સ્ટેશન ની ગાડી ની મદદ લઈને મહિલાને વઘઈ તાલુકા ના શિવારીમાળ નિરાધાર મનબુદ્ધિ માનવ સેવા ટ્રસ્ટ ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરીના જિલ્લાના કોઓર્ડીનેટર મરિયમબેન , સખી વન સ્ટોપ સેન્ટર આહવાના કેન્દ્રસંચાલક સંગીતાબેન પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેનરાઠોડ સાથે મળીને મહિલાને 5 દિવસ આશ્રય બાદ વધુ આશ્રય માટે મહિલા ને મનબુદ્ધિ માનવ સેવા ટ્રસ્ટ ખાતે મહિલા ને આશ્રય અપાવેલ છે.