ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 60 મિમી અર્થાત 2.4 ઈંચ, સુબિર પંથકમાં 65 મિમી અર્થાત 2.6 ઈંચ, જ્યારે સાપુતારા પંથકમાં 79 મિમી અર્થાત 3.16 ઈંચ જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 107 મિમી અર્થાત 4.28 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં સચરાચર મેઘસવારી : આહવામાં 4.28 ઇંચ ખાબક્યો : સાપુતારામાં 3.16 ઇંચ: વધઈ અને સુબિર પંથકમાં 2,5 ઇંચ વરસાદ
