વલસાડમાં રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સનું રાહતદરનું દાંતનું દવાખાનું શરૂ થશે: 70 ટકા સસ્તી થશે સારવાર: ફેબ્રુઆરીમાં દાંતની સફાઈ ફ્રી અને ચોકઠાં બનાવવામાં 50 ટકા ડિસ્કાઉન્ટ

ગુજરાત એલર્ટ । વલસાડ
રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ દ્વારા આગામી ૨૧ જાન્યુઆરીના રોજથી વલસાડમાં રાહતદરનું દાંતનું દવાખાનું શરૂ કરવામાં આવશે. રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ દ્વારા વલસાડની જનતાને ઉપયોગી બનવાના આશયથી અબ્રામા સિટીપોઈન્ટ ખાતે આ રાહત દરનું દવાખાનું શરૂ કરાશે.
આ અંગે પ્રોજેકટ એડવાઈઝર ડો. તપન દેસાઈ દ્વારા દાંતની વિવિધ ટ્રીટમેન્ટની માહિતી આપી હતી. ડો. કાદંબરી પરમાર પૂર્ણ સમયના ડોકટર તરીકે તથા વિવિધ સ્પેશિયલ ડોકટર દ્વારા વીઝિટ કરીને સેવા આપવામાં આવશે. જેમાં આ સાથે સમાજના દરેક વર્ગને મદદરૂપ બનવા માટે આ દાંતનું દવાખાનું અદ્યતન ટેકનલોજી સાથે સજ્જ થઈને વલસાડની જનતાને ઉપયોગી થઇ રહશે તેવો મત દરેક રોટરિયન મિત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
રો. ભાવિન શાહ પ્રમુખ રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સના જણાવ્યા મુજબ આ ક્લિનિક સિટી પોઇન્ટ ધરમપુર રોડ પર શરૂ થશે. જે સવારે 9 થી 1 અને 4 થી 7 દરમિયાન ચાલુ રહેશે. રોટરી દ્વારા આવો પ્રોજેક્ટ પ્રથમ છે. વલસાડમાં રોટરી વલસાડ રેંજરસના નવા ક્લબના ગઠન બાદ માત્ર 6 મહિનામાં પ્રથમ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.

નવા ક્લિનિક અંગે માહિતી આપતા ડો. તપન દેસાઈએ જણાવ્યું કે, ક્લિનિકની શરૂઆત બાદ ફેબ્રુઆરી માસ સુધી દાંતની સફાઈ વિના મૂલ્યે કરી આપવામાં આવશે અને ચોકટુ બનાવવા માં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!