વલસાડ
કોરોનાનાં કપરાં સમયમાં અભ્યાસની સાથે વલસાડના 18 વર્ષના અનાવિલ યુવાને પુસ્તક લખતાં સમાજ ગદગદિત થયો છે. આટલી નાની ઉંમરે પુસ્તક લખી માતા-પિતાની સાથે વલસાડનું પણ નામ રોશન કર્યું છે.
વાત કરીએ આ યુવાનની તો આ યુવાન વલસાડના હાલર સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહે છે. વલસાડની ખાનગી શાળામાં અભ્યાસ કરતા કવલ કમલ દેસાઈએ માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં કાસ્ટ લાઈવ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. આજરોજ તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શાળાના શિક્ષક, આચાર્ય તેમજ સોસાયટીના રહીશો હાજર રહ્યાં હતાં. મહાનુભાવોએ આ યુવાનને આશીર્વાદ આપ્યા હતા. જીવન ઉપર આધારિત આ પુસ્તકમાં કાવ્યરસ સાથે લોકોની વેદના પ્રગટ કરવામાં આવી છે. આ યુવાને જણાવ્યું હતું કે કોરોના કાળમાં ઘરે બેસીને અભ્યાસની સાથે આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો હતો.
અને દાદીના પ્રેરણાથી આ પુસ્તકની રચના કરી હતી. માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં આ યુવકે પુસ્તકનું વિમોચન કરતા સમાજના અગ્રણીઓ દ્વારા કવલનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે સમાજની સાથે સાથે કવલ દેસાઈએ વલસાડનું પણ નામ રોશન કરતાં અનાવિલોએ ગૌરવની લાગણી અનુભવી હતી.