ગુજરાત એલર્ટ | વલસાડ
માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત વલસાડ આરટીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અને સોશિયલ મીડિયા મારફતે ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ જોડાયા હતા. વલસાડ આરટીઓ દ્વારા ને.હા.નં.૪૮ ઉપર પસાર થતા હેવી ગુડ્સ વ્હીકલના વાહન ચાલકોને રેડિયમ રિફ્લેકટરનું મહત્વ સમજાવી રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી.