પૈસાવાળાના મકાન મોટા હોય, જ્યારે ગરીબ માણસોના મન મોટા હોય: પ્રફુલભાઇ શુક્લ

વલસાડ
પારનેરાપારડી સંકટહરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લની 860 મી કથામા ગઈકાલે કેવટ પ્રસંગની ઉજવણી કરવામા આવી હતી. આ પૂર્વે નિત્યનિયમ પ્રમાણે ભૂપેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય યજમાન રાજનભાઈ પટેલ પરિવાર દ્વારા રામાયણના છઠા દિવસનો દશાંશયજ્ઞ સંપન્ન થયો હતો. વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામા આવ્યું હતુ. ભગવાન રામના વનવાસની કથા કરવામાં આવી હતી.

સાથે કેવટ પ્રસંગનુ તાદશ દ્રશ્ય રજુ કરવામાં આવ્યું હતુ. વિરલભાઈ વૃંદાવનભાઈ પટેલના દૈનિક યજમાનપદે કેવટ પ્રસંગની પૂજા કરવામાં આવી હતી. કથામા પૂર્વ પ્રિન્સિપાલ બી.એન.જોષી(કિલ્લા પારડી) પધાર્યા હતા.
સંકટહરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેહમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. બી. એન. જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ. કથાકાર પ્રફુલભાઇ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “ભક્તિના બે કિનારા છે, નિષ્કામ અને સકામ”, “કેવટ એ નિષ્કામ ધર્મનો આચાર્ય છે”, નિષ્કામ ધર્મમા માંગવાનું ના હોય સમર્પિત થવાનું હોય છે. રામાયણમા જો કેવટ ના હોત તો રામચરિત માનસ સદગ્રંથ અધૂરો હોત, “પૈસાવાળાના મકાન મોટા હોય છે જ્યારે ગરીબ માણસોના મન મોટા હોય”. “દુનિયા આખી રામ પાસે માંગે છે જયારે એ રામ કેવટ પાસે માંગે છે”. કંજૂસ હૃદયનો કરોડપતિ સમાજનો મોટામા મોટો ભિખારી છે. ક્રોમી મહેન્દ્રભાઈ પટેલ કેવટ બનીને પધાર્યા હતા. કથામા પૂજ્ય પ્રફુલભાઇ શુક્લના માસીબા લીલાબાની વિશેષ ઉપસ્થિત રહી હતી.

આચાર્ય ચિંતન જોષી દ્વારા વેદ મંત્રોચાર કરવામાં આવ્યા હતા. આજરોજ કથામા ભરત મિલાપની કથાનુ વર્ણન થશે જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઇ રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!