રાહત:વતન ગયેલા શ્રમજીવીઓ પરત આવવા લાગ્યા : ઉદ્યોગપતિઓને રાહત

ગુજરાતમાં કોરોનાનું જોર ઘટતા શ્રમજીવીઓ પાછા કામે લાગી ગયા:દુઃખના દિવસો ગયા

અમદાવાદ: ગુજરાતમાં કોરોના ફરીથી સક્રિય થતાં તમામ મહાનગરોમાંથી શ્રમજીવીઓ પોતાના વતન ચાલ્યા ગયા હતા. ગત વર્ષે કોરોનાને કારણે તમામ બજારો બંધ રાખવા પડયા હતા ત્યારે શ્રમજીવીઓની હાલત દયનીય બની ગઇ હતી. આવક બંધ થઈ ગઈ અને ખર્ચા ચાલુ રહેતા તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ચાલુ વર્ષે આવી જ પરિસ્થિતિનો પુનરાવર્તન થાય નહીં તેના માટે અગમચેતી વાપરીને શ્રમજીવીઓએ વતનની વાટ પકડી લીધી હતી. તેમને વતન જતા અટકાવવા માટે ઉદ્યોગપતિઓએ પ્રયાસ પણ કર્યા હતા. તેમ છતાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ પરિવાર અને મિત્રો સાથે વતન પહોંચી ગયા હતા. જેની સીધી અસર ઉદ્યોગોના કામકાજ પર પડતી હતી. ધીરે-ધીરે કોરોનાનું જોર દ્યટતા હવે શ્રમજીવીઓ પરત ગુજરાત આવીને કામ ધંધે લાગી રહ્યાં છે.ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું જોર ઘટી રહ્યું છે. સંકમિત થતા લોકોની સંખ્યા ઘટી રહી છે કોરોનાની સારવાર લઇને સાજા થઇ રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. જેને પગલે સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજયના તમામ મોટા શહેરોમાં લગભગ એક મહિના સુધી બંધ રખાયેલા બજારો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. બજારો ખુલતા ધીરે ધીરે વેપાર-ધંધા પાટે ચઢી રહ્યાં છે. બીજી તરફ હવે લોકોમાં કોરોનાનો ડરપણ ઘટી રહ્યો છે આ પરિસ્થિતિને લઈને ઉત્ત્।ર પ્રદેશ, બિહાર, મધ્ધ પ્રદેશ, રાજરથાન તથા ઝારખંડ સહિતના રાજયોમાં પહોંચી ગયેલા શ્રમજીવીઓ હવે પરત ગુજરાત આવવા લાગ્યા છે અને કામ ધંધો પણ લાગી ગયા છે. ધીરે-ધીરે પરત આવી રહેલા શ્રમજીવીઓને કારણે ઉદ્યોગોમાં શ્રમજીવીઓની અછત હતી તેમાં રાહત થઇ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!