ગુજરાત એલર્ટ | વલસાડ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ ૩.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભમાં શાળા/ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, ઝોન કક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની ભાઈઓ/બહેનો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭, ઓપન એજગૃપ, ૪૦ વર્ષની ઉપર અને ૬૦ વર્ષથી ઉપરની વયજૂથોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેલ મહાકુંભ ૩.૦ નું રજીસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે અને રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ સુધીની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની વેબસાઈટ khelmahakumbh.gujarat.gov.in છે જેના પરથી રજીસ્ટ્રેશન થઈ શકશે. ખેલમહાકુંભને લઈને નિયમોની સંપૂર્ણ વિગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવી છે. આ રમતોની તારીખો રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ જાહેર કરશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડ. પિતૃ સદન બંગલો ૩૫-A, રણછોડજી નગર, હીરો શોરૂમના પાછળ, ધરમપુર રોડ, વલસાડ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.