ગુજરાત એલર્ટ । વલસાડ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભમાં શાળા/ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, ઝોન કક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની ભાઈઓ/બહેનો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭, ઓપન એજગૃપ, ૪૦ વર્ષની ઉપર અને ૬૦ વર્ષથી ઉપરની વયજૂથોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેલ મહાકુંભ ૨.૦ સ્પર્ધામાં ભાગ લેવા માટે વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે. રજિસ્ટ્રેશન અંગે કોઈપણ સમસ્યા બાબતે રાજય સ્તરે ટોલ ફી નંબર-૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. આ ખેલ મહાકુંભ ૨.૦ની સાથે સાથે સ્પે. ખેલ મહાકુંભનું પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂકયુ છે. જેના ફોર્મ અત્રેની કચેરીએથી મેળવવાના રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પિતૃ સદન બંગલો ૩૫-A, રણછોડજી નગર, હીરો શો-રૂમના પાછળ, ધરમપુર રોડ, વલસાડ પર સંપર્ક કરવા વિનંતી છે.