ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ધૂળચોંડ ગામની અનાથ અને ગરીબ બાળકો માટેની સ્કૂલ સરસ્વતી વિદ્યા મંદિર, ધૂળચોંડ શાળામાં તારીખ-૨/૨/૨૦૨૪ના દિને રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ એસ.ગાઈનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
આ રમોત્સવમાં ધોરણ ૧ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહીં, કુલ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, લીંબુ-ચમચી, કોથળા કુદ, સંગીત ખુરશી, કેળાકૂદ, સિક્કાશોધ, ત્રિ-પગી દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ફુગ્ગાફોડ, સોય-દોરો, બોટલમાં પાણી ભરવું વિગેરે રમતો બાળકોને રમાડવામાં આવી હતી.
આ રમોત્સવમા શાળાના આચાર્ય પાર્વતીબેન એમ.ગાઇન, શાળાના શિક્ષકો તેજલબેન એ.ચૌધરી, સ્વાતિબેન આર. કોંકણી, સોમનાથભાઈ વાય. બાગુલ, સ્વપ્નીલભાઈ કે. દેશમુખ સહિત બાલવાટિકાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.